નામદાર ગુજરાત સરકાર શ્રી એ છ નવા જિલ્લાની રચના કરતાં ભરૂચ જિલ્લામાંથી નાંદોદ, દેડીયાપાડા, સાગબારા, ત્રણ તાલુકાઓ તથા વડોદરા જિલ્લાનો તિલકવાડા તાલુકો ભેગો કરી તા. ર-૧૦-૯૭ ના રોજથી નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી છે. ૧૬-૧૨-૨૦૧૪ ના રોજ થી નાંદોદ તાલુકામાંથી ગરૂડેશ્વર નવા તાલુકાની રચના કરવામાં આવી છે. આમ કુલ પાંચ (૫) તાલુકાઓ આ જિલ્લામાં આવેલા છે. નાંદોદ તાલુકામાં ૧૦૯ ગામો, ગરૂડેશ્વર તાલુકામાં ૯૩, દેડીયાપાડા તાલુકામાં ર૧૪, તિલકવાડા તાલુકામાં ૯૭ તથા સાગબારા તાલુકામાં ૯૮ ગામો આવેલા છે. આખા જિલ્લામાં ૨૨૨ ગ્રામ પંચાયતો તથા ૧ર૪ જૂથ પંચાયતો આવેલી છે. ૬૯૧ પ્રાથમિક શાળાઓ આવેલી છે. ૬૪ માધ્યમિક શાળા તથા ૨૬ ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. આખા જિલ્લામાં આર્ટસ અને કોમર્સ એક એક કોલેજ આવેલી છે. રાજપીપલા શહેરમાં આવેલી છે. ૧ બી.પી.એઙ કોલેજ તથા ૧ ડી.પી.એડ, ૧ ડી.બી.એડ, ૧ પી.ટી.સી. સ્ત્રી માટે તથા પુરૂષ-૧ માટે તાલીમી સંસ્થાઓ રાજપીપલા શહેરમાં આવેલી છે.
Read More