પંચાયત વિભાગ


મુખપૃષ્ઠજિલ્લા વિષેજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

ભૌગોલિક સ્થાન
નર્મદા જિલ્લો ર૧.૩ર થી ર૧.પ૭ ઉત્તર અક્ષાંશ, તથા ૭૩.૩૦ થી ૭૩.૪૭ પૂર્વ રેખાંશ પર આવેલ છે. સરેરાશ તાપમાન ૧પ થી ૪ર સેન્ટીગ્રેટ રહે છે. જિલ્લા કુલ ભૌગોલિક વિસ્તાર ર૭૪ર ચો.કિ.મી. છે.
સીમારેખા
નર્મદા જિલ્લાની પૂર્વમાં વડોદરા જિલ્લાનો નસવાડી તાલુકો તથા મહારાષ્ટ્ર રાજનો ધુલીયા જિલ્લો આવેલ છે. પશ્ચિમમાં ભરૂચ જિલ્લો અને ઉત્તરમાં વડોદરા જિલ્લો અને દક્ષિણમાં સુરત જિલ્લા સાથે સંકળાયેલ છે.
જમીનની રચના અને પ્રકાર
આ જિલ્લાના સાગબારા, દેડીયાપાડા અને નાંદોદ તાલુકાની પૂર્વ દિશામાં સાતપુડાની ટેકરીઓ આવેલી છે. મોટાભાગની જમીનો ખાડા ટેકરા, ઢાળવાળી આવેલ છે. તિલકવાડા અને નાંદોદની કેટલીક જમીનો સમતળ અને ખાડી કોતરવાળી છે. જિલ્લાની જમીનનો પ્રકાર મઘ્‍યમ, કાળી તથા ગોરાળું છે.
ખેતીલાયક વિસ્તાર અને મુખ્‍ય પાકો
અ.નં. તાલુકાનું નામ ખેતીલાયક વિસ્તાર (હેકટરમાં) તાલુકાવાર થતા મુખ્‍ય પાકો
નાંદોદ ૪૩૭૮૫ જુવાર, મકાઇ, તુવેર, હા.કપાસ, કેળ, શેરડી અને કઠોળ
દેડીયાપાડા રપ૬૩૮ જુવાર, મકાઇ, તુવેર, હા.કપાસ, મગ, તલ વિગેરે
સાગબારા ૧૭૩૦૮ જુવાર, મકાઇ, તુવેર, હા.કપાસ, કેળ વિગેરે
તિલકવાડા ૧૮૩ર૯ મકાઇ, તુવેર, હા. કપાસ, બાજરી વિગેરે
  કુલ ૧૦પ૦૬૦