પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ કાર્યક્રમ નર્મદા જીલ્‍લાના ચાર તાલુકાના બ્‍લોક હેલ્‍થ ઓફિસર દ્વારા જીલ્‍લાના ર૧ પ્રા.આ.કેન્‍દ્રો માં મેડીકલ ઓફિસરશ્રીના સુપરવિઝન હેઠળ MPHW, FHW તથા આશા કાર્યકર દ્વારા રોગનું સર્વેલન્‍સ કરાવવામાં આવે છે અને લોહીના નમૂના લઇ લેબોરેટરીમાં પરીક્ષણ કરી દર્દીને રૂબરૂમાં નવી ડ્રગ્‍સ પોલીસી મુજબ સારવાર આપવામાં આવે છે.
મેલેરીયા વાહકજન્‍ય રોગનો ઉપદ્રવ ન થાય તે હેતુથી જીલ્‍લાના સંવેદનશીલ વિસ્‍તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે તથા જયાં કાયમી પાણી ભરાતા હોય તેવા વિસ્‍તારોમાં એન્‍ટીલાર્વલ કામગીરીના ભાગરૂપે જૈવિક નિયંત્રણ રૂપે પોરાભક્ષક માછલી (ગપ્‍પી માછલી) મૂકવામાં આવે છે જે પર્યાવરણ ને હાનિકારક નથી. તદઉપરાંત ખાડા-ખાબોચિયા, ખુલ્‍લા ટાંકા-ટાંકી માં એબેટ/ટેમીફોસ એપ્‍લીકેશન દ્વારા એન્‍ટીલાર્વલ કામગીરી કરાવવામાં આવે છે.