પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાએઇડ્સ

એઇડ્સ

એઇડસનો સરળ અર્થ છે રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિન્‍હો !
A = એકવાયર્ડ – મેળવેલ
I = ઇમ્‍યુનો – રોગપ્રતિકારક શક્તિ
D = ડેફિશ્‍યનસિ– ખામી, ઉણપ
S = સિન્‍ડ્રોમ – ચિન્‍હો
એઇડ્સ કેવી રીતે ફેલાય
એક અતિ સૂક્ષ્‍મ જંતુ (વાયરસ) માણસના શરીરમાં થઇ ધીમે ધીમે તેની રોગપ્રતિકારક શક્તિનો વિનાશ કરે છે અને અંતે એઇડ્સની ભયાનક પરિસ્‍થિતિ નોતરે છે આ જંતુને HIV ના નામથી ઓળખીએ છીએ.
૧. નિરોધનો ઉપયોગ કર્યા વગર અસુરક્ષિત યૌન સંબંધ કરવાથી ....... ૭૦ થી ૮૦ %
૨. ચેપગ્રસ્‍ત સોય અને સીરીજ વાપરવાથી ............... ૫ થી ૧૦ %
૩. એઇડ્સ ધરાવતી સગર્ભા માતા દ્વારા જન્‍મ લેનાર બાળકને ........... ૫ થી ૧૦ %
૪. ચેપગ્રસ્‍ત લોહી ચડાવવાથી ............................ ૩ થી ૫%
એઇડ્સ ની શરૂઆત
એવું માનવામાં આવે છે કે આફ્રિકાના લીલા વાંદારાઓથી આ વાયરસના ચેપની શરૂઆત થઇ છે આ વાંદરાઓમાંથી ત્‍યાંના સ્‍થાનિક માણસોમાં આ વાયરસ દાખલ થયો અને ધીમે ધીમે આખા વિશ્વમાં આ વાયરસ ફેલાયો. સને : ૧૯૮૧ માં એઇડ્સનો સર્વ્ પ્રથમ દર્દી અમેરિકામાં નોંધાયો.
એઇડ્સ એક વિશ્વવ્‍યાપી સમસ્‍યા
WHO માને છે કે વિશ્વભરમાં ૪૦ થી ૫૦ લાખ એઇડસના દર્દીઓ છે અને દોઢ થી બે કરોડ લોકો એવા છે કે જેમના શરીરમાં એઇડસના વાયરસ ગુસી ગયા છે.
એક સર્વક્ષણ મુજબ વિશ્વમાં દર ૨૦ સેકંડે એક વ્‍યક્તિના શરીરમાં એઇડ્સના વાયરસ પ્રવેશે છે એટલે કે રોજ ની ૫૦૦૦ વ્‍યક્તિ ને અઇડ્સનો ચેપ લાગુ પડે છે એક સર્વેક્ષણ મુજબ દર ૨૫૦ વ્‍યક્તિઓ એ એક વ્‍યક્તિના શરીરમાં ખતરનાક વાયરસ પ્રવેશી ચુકયા છે
ઇન્‍ડિયન હેલ્‍થ ઓર્ગેનાઇઝેશનના એક વખતના માનદ સેક્રેટરી ડૉ. આઇ. એસ. ગિલડાના શબ્‍દો પ્રમાણે ‘‘ભારતમાં એઇડ્સ આવશે તો પ્‍લેગના રોગચાળાની જેમ ફેલાશે.’’
નિષ્‍ણાતો કહે છે બહુ વસ્‍તી ધરાવતા ભારતમાં જે ઝડપે એઇડ્સ નો ચેપ ફેલાઇ રહ્યો છે એ જોતા લાગે છે કે આફ્રિકા કરતાંય ભારતની સ્‍થિતી વધુ દયાજનક બનશે.
એઇડ્સ કઇ રીતે ફેલાતો નથી.
૧. સાથે જમવાથી
૨. ભેટવાથી
૩. હાથ મીલાવવાથી
૪. છીંક કે ઉધરસ ખાવાથી
૫. સાથે કામ કરવાથી
૬. ચુંબન કરવાથી
૭. મચ્‍છર કરડવાથી
૮. એક બીજાના કપડા પહેરવાથી કે વાસણ વાપરવાથી
એઇડ્સ ફેલાતો કંઇ રીતે અટકાવી શકાય.
૧. યૌન સંબંધ વખતે હંમેશા નિરોધનો ઉપયોગ.
૨. હંમેશા નવી અથવા ઉકાળેલી ચેપ રહિત સોય અને સીરીજ વાપરો
૩. ગર્ભવતી મહિલાએ એઇડ્સની તપાસ કરાવી અને સલાહ લેવી જોઇએ.
૪. જરૂર પડે ત્‍યારે એઇડ્સનું પરિક્ષણ કરેલું લોહી જ ઉપયોગમાં લેવું.
૫. એઇડ્સ વિષે પુરેપૂરી જાણકારી મેળવો.
નર્મદા જિલ્‍લામાં એચ. આઇ. વી. પરિક્ષણ કરેલ એઇડ્સના સને ૨૦૦૭ ના વર્ષમાં સાત કેસ નોંધાયેલ છે.
રાજપીપલા સિવીલ હોસ્‍પિટલ ખાતે એઇડ્સ ની જાણકારી માટે અને સલાહ સૂચન માટે એક અલાયદો વિભાગ ચાલે છે.