પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાઆંકડા શાખાની કામગીરી

આંકડા શાખાની કામગીરી

૧. આંકડાકીય રૂપરેખા તૈયાર કરવાની કામગીરીઃ

જિલ્લાના વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં ભુતકાળ તથા વર્તમાનકાળના આંકડાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરી શકાય તે માટે સામાજીક, આર્થિક, વસ્તી અને વિસ્તાર, ખેતીવાડી, પશુપાલન, ઉદ્યોગ, સંદેશા વ્યવહાર, શિક્ષણ સમુહ વિકાસ અને પંચવર્ષિય યોજનાઓ જેવા વિષયના અનુસાંગિક આંકડાકીય તારણોને સંકલિત કરી એકત્રિત કરી સરકારી તેમજ પંચાયત કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે તે હેતુથી વિગતવારના આંકડાકીય માહિતી સ્વરૂપે પ્રકાશન તૈયાર કરવી. આ કામગીરી સમયમર્યાદામાં કરેલ છે.

૨. સામાજીક આર્થિક સમીક્ષા તૈયાર કરવાની કામગીરીઃ

જિલ્લાના વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં ભુતકાળ તથા વર્તમાનકાળના આંકડાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરી શકાય તે માટે સામાજીક, આર્થિક, વસ્તી અને વિસ્તાર, ખેતીવાડી, પશુપાલન, ઉદ્યોગ, સંદેશા વ્યવહાર, શિક્ષણ સમુહ વિકાસ અને પંચવર્ષિય યોજનાઓ જેવા વિષયના અનુસાંગિક આંકડાકિય તારણોને સંકલિત કરી એકત્રિત કરી સરકારી તેમજ પંચાયત કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે તે હેતુથી ટૂંકા સાર રૂ૫ે આંકડાકીય માહિતીના પ્રકાશનના કામગીરી સમયમર્યાદામાં કરેલ છે.

૩. વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવાની કામગીરીઃ

જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા થતાં વિકાસના કામોના પ્રગતિ અહેવાલ એકત્રિકરણ કરીને દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે. જેને વાર્ષિક વહીવટી અહેવાલ કહેવાય છે. વહિવટી અહેવાલ તૈયાર કરી વિકાસ કમિશ્નરશ્રીને મોકલી આપવામાં આવે છે. ઉપરાંત આ અહેવાલ જિલ્લા પંચાયતની તમામ શાખાને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોને, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓને તેમજ ગુજરાત રાજયના દરેક જિલ્લાને મોકલવાનો હોય છે. તે સમયમર્યાદામાં કરેલ છે.

૪. ચીજ વસ્તુઓના છુટક તથા જથ્થાબંધ ભાવોની કામગીરીઃ

જિલ્લામાં ચીજ વસ્તુઓના છુટક તથા જથ્થાબંધ ભાવો તેમજ જિલ્લા મથકના ચીજ વસ્તુઓના બજાર ભાવો મેળવી ચકાસણી કરીને અર્થશાસ્ત્રની કચેરી, ગાંધીનગરને પ્રત્યેક નિયત નમુનામાં નિયત થયેલી ચીજ વસ્તુઓના છુટક તથા જથ્થાબંધ ભાવો મોકલવાના હોય છે. આ ભાવો દર માસના પ્રથમ અને ત્રીજા શુક્રવારે મોકલવાના હોય છે.તે સમયમર્યાદામાં કરેલ છે.

૫. ચીજ વસ્તુઓના અર્દ્ય વાર્ષિક ભાવોની કામગીરીઃ :

જિલ્લામાં ચીજ વસ્તુઓના ભાવો તેમજ જિલ્લા મથકના ચીજ વસ્તુઓના બજાર ભાવો મેળવી ચકાસણી કરીને અર્થશાસ્ત્રની કચેરી, ગાંધીનગરને પ્રત્યેક નિયત નમુનામાં નિયત થયેલી ચીજ વસ્તુઓના અર્દ્ય વાર્ષિક ભાવો જૂન અંતિત અને અને ડિસેમ્‍બર અંતિત ભાવો મેળવીને મોકલવાના હોય છે. તે સમયમર્યાદામાં કરેલ છે.

૬ જિલ્લા આયોજન મંડળના કામોનું વિનિયમનઃ

સામાન્ય વહીવટ વિભાગ( આયોજન) ધ્વારા નકકી થયા મુજબ જિલ્લા આંકડા અધિકારીએ માસ દરમિયાન જિલ્લા આયોજન બોર્ડના ૧પ કામો અને સંસદસભ્યશ્રીની ગ્રાંટ પૈકી ના ૩ કામો મળી કુલ ૧૮ કામોનું વિનિયમન કરી દર માસે તેનો વિગતવાર અહેવાલ સામાન્ય વહીવટના આયોજન વિભાગને રજુ કરવાની કામગીરી કરવાની હોય છે. જે વર્ષ ર૦૧૪–૧પમાં જિલ્લા આયોજન બોર્ડના કુલ ૧૮૦ કામો અને સંસદસભ્યશ્રીની ગ્રાંટ પૈકી ૩૬ કામો મળી કુલ ૨૧૬ કામોનું વિનિયમન કરી અહેવાલ કરવામાં આવેલો છે.

૭. બિઝનેસ રજીસ્ટર અપડેટ કરવાની કામગીરીઃ

જિલ્લામાં નોંધાયેલ....
૧. કંપની એકટ.
ર. ફેકટરી એકટ–૧૯૪૮.
૩. શોપસ એન્ડ કોમસ્શીયલ એસ્ટાબ્લીસમેન્ટ એકટ.
૪. સોસાયટીઝ રજીસ્ટ્રેશન એકટ.
પ. કોઓપરેટીવ સોસાયટીઝ એકટ.
૬. ખાદી અને વિલેજ ઈન્ડસ્ટ્રી બોર્ડ.

૭. ડીરેકટરેટ ઓફ ઈન્ડસ્ટ્રીઝ.

જુદા જુદા એકટ અન્વયે વખતો વખત નોંધાયેલા કુલ ૬પ૪૭ એકમોનો સર્વે કરી તેઓની માહીતી મેળવી તે અધતન કરવાની કરવાની કામગીરી કરવામાં આવે છે. જે તમામ નોંધાયેલા એકમોનું વેરીફિકેશન કરી માહીતી મેળવી અપડેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે.

૮. લોકલ બોડી એકાઉન્ટ તૈયાર કરવાની કામગીરીઃ

૧૩માં નાણાં પંચ અન્વયે વર્ષ ર૦૧૦–૧૧, ર૦૧૧–૧ર,ર૦૧ર–૧૩ના લોકલ બોડીના એકાઉન્ટસ તૈયાર કરવાની કામગીરી પૈકી રાજય સરકારશ્રીની સૂચના મુજબ ગ્રામ પંચાયતોના જણાવેલ વર્ષના એકાઉન્ટસ તૈયાર કરવાની સૂચના અન્વયે જિલ્લાની ૨૨૧ ગ્રામ પંચાયતોની માહિતી મેળવી એકાઉન્‍ટ તૈયાર કરી રાજય કક્ષાએ રજુ કરવામાં આવેલા છે.

૯. વિલેજ પ્રોફાઈલના અપડેશનની કામગીરીઃ

ર૦૧૩–૧૪ની ગામવાર રાજય સરકારશ્રી ધ્વારા નિયત કરેલા નમૂનાની માહીતી સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીઓ મારફત ભરાવી તેની સુપરવાઈજર્સ અને સંશોધન મદદનીશ મારફત ચકાસણી કરાવી તા.૧/૪/ર૦૧૪ અંતિત અને તા.૧/૪/ર૦૧પ અંતિત ઓનલાઈન અપડેશનની કામગીરી કરવામાં આવેલી છે. જેના મારફતે જુદી જુદી સુવિધાઓના તાલુકાવાર નકશાઓ જનરેટ કરી માહીતી જાણી શકાય છે.

૧૦. તાલુકાની આંકડાકીય રૂપરેખાના પ્રકાશનની કામગીરીઃ

તાલુકાના વિકાસ માટેની પ્રવૃત્તિઓમા’ ભુતકાળ તથા વર્તમાનકાળના આંકડાઓને ધ્‍યાનમાં રાખીને ભવિષ્‍યનું આયોજન કરી શકાય તે માટે સામાજીક, આર્થિક, વસ્‍તી અને વિસ્‍તાર, ખેતીવાડી, પશુપાલન, ઉદ્યોગ, સંદેશા વ્‍યવહાર, શિક્ષણ સમુહ વિકાસ અને પંચવર્ષિય યોજનાઓ જેવા વિષયના અનુસાંગિક આંકડાકીય તારણોને સંકલિત કરી એકત્રિત કરી સરકારી તેમજ પંચાયત કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે તે હેતુથી વિગતવારના આંકડાકીય માહિતી સ્‍વરૂપે પ્રકાશન તૈયાર કરવું. આ સમયમર્યાદામાં કામગીરી કરેલ છે.

૧૧. વેતન ભથ્‍થા ખર્ચ,વપરાશી ખર્ચ અને મૂડી સર્જન ખર્ચની માહીતી

જિલ્‍લામાં વર્ષ દરમિયાન આવક અને ખર્ચના સંદર્ભમાં વેતન ભથ્‍થા ખર્ચ, વપરાશી ખર્ચ અને મૂડી સર્જનની માહિતી ઉપયોગી છે. આ માહીતીમાં જિલ્‍લા પંચાયત કક્ષા, તાલુકા પંચાયત કક્ષા અને ગ્રામ પંચાયત કક્ષાનો સમાવેશ થાય છે. તે માહીતીથી જિલ્‍લામાં થયેલ જુદા જુદા ખર્ચની વિગતો જાણી શકાય છે. જિલ્‍લામાં ગ્રામ કક્ષા,તાલુકા કક્ષા અને જિલ્‍લા કક્ષાની માહીતીનું એકત્રીકરણ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
જિલ્‍લાના આવકના અંદાજો તૈયાર કરવા માટે જિલ્‍લામાં ઉત્‍પાદિત જુદી જુદી વસ્‍તુઓ અને સેવાઓના મૂલ્‍ય સાથે ગણતરી કરતાં જિલ્‍લાની આવકનો ખ્‍યાલ મળે છે. આ કામગીરી માટે વિગતવાર માહીતી ટૂંક સમયમાં મળનાર હોઈ માર્ગદર્શિકા મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે.

૧ર. જિલ્‍લા અને તાલુકા ડેટા સેન્‍ટરનું બાંધકામની કામગીરીઃ

જિલ્‍લા કક્ષાએ આંકડાકીય તંત્રને સુસંગઠીત કરવાના ઉદેશ્‍યથી નકકક. અન્‍વયે જિલ્‍લા અને તાલુકા કક્ષા પુરતા પ્રમાણમાં આંતરમાળખાકીય સુવિધાઓ પુરી પાડવાના હેતુથી સિવિલ વર્કસ તથા કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ સાથે મોડેલ મુજબ જિલ્‍લા કક્ષાએ ડેટા સેન્‍ટર તૈયાર કરાવવું. તાલુકા કક્ષાએ નિયત જગ્‍યા પુરી પાડી તાલુકા ડેટા સેન્‍ટર ઉભું કરવું. તાલુકા કક્ષાએ તાલુકાદીઠ રાજય સરકારશ્રી ઘ્‍વારા ૧ કોમ્‍પ્‍યુટર્સ અને પ્રિન્‍ટરનો સેટ ઉપલબ્‍ધ કરાવવામાં આવેલા છે. જિલ્‍લા કક્ષાએ ડેટા સેન્‍ટરનું બાંધકામ પૂર્ણ કરી રાજય કક્ષાએથી પ કોમ્‍પ્‍યુટર સેટ પુરા પાડવામાં આવેલા છે.

૧૩. પાક કાપણી અખતરાના સુપરવીઝનની કામગીરીઃ

નિયામકશ્રી, ખેતીવાડી વિભાગ તરફથી સીઝનવાર ખેતીના પાકોના ઉત્‍પાદનમાં થતતી વધઘટને ધ્‍યાનમાં રાખવા પાકવાર, સીઝનવાર પાકોની કાપણી ઉપર સુપરવાઇઝરની કામગીરી અત્રેની શાખા દ્વારા કરવામાં આવે છે. જે તે વિભાગના ગ્રામ સેવક પાક કાપણીના અખતરાની તારીખ, સમય નકકી કરે છે. સદરહુ સમય તારીખ પ્રમાણે સ્‍થળ ઉપર સુપરવાઇઝરની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
૧. તાલુકા આંકડા મદદનીશની સમીક્ષા બેઠકનું આયોજન કરવું.
ર. તાલુકા આંકડા મદદનીશની કામગીરીનું ઓફીસ નિરીક્ષણની કામગીરી.
૩. ર૦ મુો અમલીકરણ સમિતિની બેઠક બોલાવવી.
૪. વડી કચેરી તરફથી મળતી ગ્રાન્‍ટના ઉપાડ અને વહેંચણી અધિકારી તરીકેની કામગીરી.
જિલ્‍લા આયોજન મંડળની પી.એલ.એ.માં જમા થતી ગ્રાન્‍ટની ઉગવવી અને કલેકટરશ્રીની ગ્રાન્‍ટ ફાળવણીના હુકમ અન્‍વયે ગ્રાન્‍ટની ફાળવણી. જિલ્‍લા આયોજન મંડળના સને ૨૦૧૪-૧૫ ના વર્ષમાં સદરવાર ગ્રાંટની ફાળવણી / કામોની વિગત (લાખમાં)

અ.નં.

સદરનું નામ ફાળવેલ ગ્રાંટ થયેલ ખર્ચ મંજુર કામો પૂર્ણ કામો

૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ

૯૭૫.૦૦ ૫૨૧.૨૩ ૩૪૬ ૧૭૩
પ ટકા પ્રોત્‍સાહક જોગવાઇ ૨૫.૦૦ ૧૭.૪૨

વિકાસશીલ તાલુકા જોગવાઇ

૪૦૦.૦૦ ૦.૦૦ ૧૦૧

માન. ધારાસભ્‍યશ્રીના કામો

૨૦૦.૦૦ ૧૨૩.૨૩ ૧૦૬ ૮૦