પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ અન્વયેના કામોની દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરી વિભાગીય કચેરી દ્વારા મંજુર કરાવવામાં આવે છે. મંજુર થયેલ કામોના નક્શા અંદાજ પત્રકોની સક્ષમ કક્ષાએથી તાંત્રિક મંજુરી તથા ડ્રાફ્ટ ટેન્ડર પેપર્સના મુસદાઓને મંજુર કરાવવામાં આવે છે. સદર કામો માટે જાહેર ટેન્ડર નિવિદા દ્વારા ઇજારદારશ્રી નક્કી કરવામાં આવે છે. અને વિભાગ હેઠળની રાજપીપળા અને દેડીયાપાડા પેટાવિભાગીય કચેરી દ્વારા ઇજારદારશ્રી મારફત મંજુર થયેલ ટેન્ડર ની શરતો અને ભાવો મુજબ કામગીરી જે તે પેટાવિભાગીય કચેરી દ્વારા હાથ ધરાવવામાં આવે છે. કામોની ગુણવત્તાની ચકાસણી સંબંધિત કારકુન, સેકસન અધિકારી, જે તે પેટાવિભાગીય કચેરી ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી અને સરકારશ્રીના મા.મ.વિભાગના ગુણવત્તા નિયમન વિભાગ દ્વારા વખતોવખત હાથ ધરવામાં આવે છે. થયેલ કામોના માપ પ્રમાણે ઇજારદારશ્રીને ચુકવણું કરવામાં આવે છે.અને સદર કામગીરીનો અહેવાલ સરકારશ્રીમાં સાદર કરવામાં આવે છે. અને સરકારશ્રીની વખતોવખતની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના વિભાગ હેઠળના રસ્તાઓ તથા મકાનોની મરામત તથા જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવે છે.