પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખા પશુ આરોગ્ય મેળો

પશુ આરોગ્ય મેળો

પશુ આરોગ્ય મેળો ગામ.ઓડબિયા તા.તિલકવાડા જી નર્મદા ખાતે પશુ સારવાર કેમ્પમા બળદના શિંગડાના કેન્સર {કરમોળી} નું ઓપરેશનફોટોગ્રાફ ની વિગત ટુંકમા ચર્ચા :-
કારણો :-

સામાન્ય રીતે પશુઓમાં ગાય વર્ગના પ્રાણીઓમાં કે, જેઓનાં શિંગડા મોટા હોય અને બહારની તરફ વળેલા હોય તેવા પશુઓમાં શિંગડાનું કેંન્સર વધારે પ્રમાણમાં જોવા મળે છે ખાસકરીને શિંગડાનું કેંન્સર
૧.જાનવરની ઓલાદ-એટલે કે કાંકરેજ ઓલાદની ગાય વર્ગના પ્રાણીઓમાં કે જેઓનાં શિંગડા પ્રમાણમાં મોટા હોય છે તેમાં વધારે જોવા મળે છે.

૨.કેટલાક પશુઓને શિંગડા ગમાણ સાથે અથવા અન્ય કોઈ પદાર્થ સાથે વારંવાર અથડાવવાની ટેવ હોય છે જેથી લાંબા સમયે આવા પશુઓમા શિંગડાનું કેંન્સર થવાની શકયતા વધારે રહે છે.

૩.બળદ વર્ગના પશુઓને બળદ ગાડું અથવા હળ સાથે જોતરવમાં આવે ત્યારે ધુસરી સાથે શિંગડું વારંવાર અથાડવાથી લાબાં સમયે શિંગડાનું કેન્સર થાય છે.

૪.પશુનું અચાનક પડી જવાથી અથવા અકસ્માત થતા શિંગડાની ઈજા થવાથી ક્યારેક બહારની ઈજા મટી જાય છે. પરંતુ શિંગડાની અંદરના ભાગની ઈજા સંપૂર્ણપણે મટતી નથી હોતી. આવા પશુને લાંબા સમયે શિંગડાનું કેન્સર થવાની શકયતા રહે છે.
ચિન્હો :-

૧.જે શિંગડાનું કેન્સર થયેલ હોય તે શિંગડાનો માથાની ખોપરી સાથે જોડાયેલો ભાગ પ્રમાણમાં વધારે ગરમ હોય છે.

૨.જે શિંગડાનું કેન્સર થયેલ હોય તે બાજુની આંખમાંથી પ્રવાહી ઝર્યા કરે છે.

૩.જે શિંગડાનું કેન્સર થયેલ હોય તે બાજુના નસકોરામાંથી પાણી જેવુ અથવા ઘટ્ટ અથવા લાલાશ પડતું પ્રવાહી ઝર્યા કરે છે.

૪.જે શિંગડાનું કેન્સર થયેલ હોય તે શિંગડુ નમી જાય છે અને વધારે સમય પસાર થતાં તેમાથી દુર્ગંધ આવે છે.

૫.પશુ ખાવાનું ઓછુ કરે છે અને શરીરે દુબળુ પડતું જાય છે.

૬.પશુની કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે.

૭.શિંગડાના કેન્સરના શરૂઆતના સ્ટેજમાં જો સારવાર કરાવવામાં ન આવે તો પશુનું મ્રુત્યુ પણ થાય છે.
સારવાર :-

સામાન્ય રીતે શિંગડાના કેન્સરના ત્રણ સ્ટેજ હોય છે

{૧} પ્રથમ {૨} દ્રિતીય અને {૩} તૃતિય

૧. ઓપરેશન કેન્સર ગ્રસ્ત શિંગડાની શસ્ત્ર ક્રિયા એક માત્ર ઉપાય છે.

૨. પ્રથમ અને દ્રિતીય સ્ટેજના કેન્સર સુધી શસ્ત્ર ક્રિયા થી પશુને બચાવી શકાય છે ત્રીજા સ્ટેજ્ના કેન્સરમાં પશુના સારુ થવાની શક્યતાઓ નહિવત છે.
સલાહ :-

આ બિમારીમાં પશુને શિંગડાની કરમોળી- કેન્સરના ચિન્હોનો જોવા મળે કે તુરત જ નજીકના પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી તાત્કાલિક શસ્ત્ર ક્રિયા કરાવવી.