પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

નર્મદા જીલ્લો ડુંગરાળ ભૂપ્રુષ્ઠ ધરાવતો આદિવાસી બહુલક વસતી ધરાવતો જીલ્લો છે. જીલ્લાની વસતિ મોટેભાગે ખેતીપર આધારીત છે અને એની સાથે પશુપાલનને સ્વરોજગારલક્ષી વ્યવસાય તરીકે અપનાવેલ છે. નર્મદા જીલ્લો એની ૫૧૪૪૦૪ ની માંનવ વસતી સામે ૨૭૨૪૯૨ જેટલુ પશુધન ધરાવે છે. જીલ્લાનુ કુલ વાર્ષિક દૂધ ઉત્પાદન ૭૨.૦૧ હજાર ટન જેટલુ છે. આધુનિક પશુપાલન અને પશુ સંવર્ધન થકી આ ઉત્પાદન બમણુ - ચાર ગણુ કરવાની શક્યતાઓ રહેલી છે.

જિલ્લા પંચાયત નીચે હાલમાં ૧૪ પશુદવાખાના ૪ ફરતા પશુદવાખાના અને ૧૭ પ્રાથમીક પશુસારવાર કેન્દ્ર કાર્યરત છે કુલ ૧૮ પશુચિકિત્સા અધિકારીની સામે ૮ પશુચિકિત્સા અધિકારીની જગ્યાઓ ભરાયેલ છે. ૧૭ પશુધન નિરીક્ષકોની જગ્યાઓની સામે ૨ પશુધન નિરીક્ષકોની જગ્યાઓ ભરાયેલ છે પશુદવાખાનાઓ અને પશુ સારવાર કેન્દ્રોમાં પશુસારવાર, રસીકરણ, કૃત્રીમબીજદાન, (પશુસવર્ધન) ખસીકરણ, પશુ સારવાર કેમ્પો,કૃમીનાશક દવા પવડાવવી, વગેરે જેવી તાંત્રીક કામગીરી અને ગ્રામ કક્ષાએ પશુપાલકો સાથે જુથ મીટીંગો, શિબીરો, રાત્રીસભા, પશુપ્રદર્શનો, ફીલ્મશો, જેવી વિસ્તરણની કામગીરી દ્રારા પશુપાલન અને પશુસવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવે છે.