પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાશાખાની કામગીરી

શાખા ની કામગીરી

પશુપાલન શાખા, જીલ્લા પંચાયત ,નર્મદા તેના દ્વારા સંચાલિત પશુ દવાખાના તથા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા જીલ્લાના પશુધનના આરોગ્યની જાળવણી ક્રરવા માટે તે દ્વારા પશુ ઉત્પાદકતા વધારી પશુપાલકોની આર્થિક સદ્ધરતા વધારવા માટે સતત કાર્યરત છે.
પશુપાલન શાખા જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા ગ્રામ વિકાસ એજંસી, આદિજાતી વિસ્તાર પેટા યોજના ના સહયોગ થી અથાગ પ્રયત્નો થકી શિક્ષીત બેરોજગારો અને મહિલાઓ વધુમાં વધુ સંખ્યામાં પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવતા થાય એ માટે સંકલ્પ બધ્ધ છે.પશુ આરોગ્ય મેળા, પશુપાલન શિબિરો, પશુ સારવાર કેમ્પ કૃષિમહોત્સવ, જેવી અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા પશુપાલકો પશુપાલન ક્ષેત્રે થયેલ વૈજ્ઞાનિક સંશોધનો નો અમલ કરી અધતન પશુપાલન દ્વારા વધુ ઉત્પાદન મેળવે અને આર્થિક રીતે સધ્ધર થાય એ માટે કામગીરી કરે છે.
પશુપાલનશાખા દ્રારા મુલાકાત પશુદવાખાના અને પશુ સારવાર કેન્દ્રની મુલ્યાંકન,વહીવટી તેમજ નાણાકીય તમામ પ્રકારની કામગીરી ઉપરાંત પશુપાલનશાખા દ્રારા જિલ્લા પંચાયતના પશુદવાખાનાઓ અને પ્રાથમીક પશુસારવાર કેન્દ્ર મારફત નિચે મુજબની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે.
પશુસારવાર
દવાખાનામાં સારવાર
પ્રવાસમાં સારવાર
દવાઓ સપ્લાય કરવી
પશુ રસીકરણ
પ્રર્વતમાન ચેપીરોગો સામે સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી આયોજન કરી વિવિધ રોગો સામે રોગ વિરોધી રસી મુકી રોગ અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે.જેમાં ખરવામોવાસા, ગળસુઢો, ગાંઠીયોતાવ, ઈ.ટી વગેરે રોગ વિરોધી રસી મુકવામાં આવે છે
પશુ ઓલાદ સુધારણા
કુત્રીમ બીજદાન મારફતે પશુ ઓલાદ સુધારણાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.
ખસીકરણ દ્રારા બાંગરા વાછરડાને ખસી કરી પશુ ઓલાદ સુધારણાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.
પશુ આરોગ્ય મેળા યોજના
પશુ સારવાર કેમ્પો યોજી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
રાત્રી મીટીંગ યોજી પશુપાલકોને આધુનીક તાંત્રીક માર્ગદર્શન આપવામાં આવે છે.
પશુ પ્રદર્શનો,ફીલ્મશો યોજવામાં આવે છે.
ધાસચારા મીનીકીટ વિતરણ
ધાસચારાની સુધારેલ જાતોના મીનીકીટ વિતરણ કરી સારી જાતનો ધાસચારો ઉપલબ્ધ કરાવી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.પશુ દુધ ઉત્પાદન હરિફાઇ યોજી પશુપાલકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
નાબાર્ડ પશુ ધિરાણ યોજના
દુધાળા પશુઓના ફાર્મ માટે વ્યાજ સહાય આપવામા આવે છે.
ખાસ અંગભુત હેલ્થ પેકેજ યોજના
હેલ્થ પેકેજ પુરા પાડી પશુ તંદુરસ્તી જાળવવાના પ્રયત્નો કરવામાં આવે છે.
હાથ સુડો આપવો
આ યોજનામાં ધાસ કાપવાનો હાથસુડો પ૦% સહાયથી આપી ધાસચારાનો બગાડ અટકાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
બકરા એકમ પુરા પાડવા
અનુસુચિત જાતીના તથા મહિલા લાભાર્થીને બકરા એકમ (૧૦ + ૧)પુરા પાડી આર્થીક સઘ્ધર બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે.
અનુસુચિત જાતિના પશુપાલકોનાં ગાભણ પશુઓને ખાણદાણ સહાય
અનુસુચિત જાતિનાં પશુપાલકોને ગાભણ પશુઓ કે જે ક્રુત્રિમ બીજદાનથી ગાભણ થયેલ હોય છે તેમને પોષણ યુક્ત પશુ આહાર { ખાણ દાણ } સહાય આપવામાં આવે છે.