પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત નર્મદા દ્વારા જિલ્લાના અનુ.જાતિના ઈસમો માટેની નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગુ.રા.ગાંધીનગરની યોજનાઓનું અમલી કરણ કરવામાં આવે છે.
નર્મદા જિલ્લામાં ર૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે અનુજાતિની કુલ વસ્તી ૧૦,૦૩૮ છે. જે જિલ્લાની કુલ વસ્તીના ર% થાય છે. અનુ.જાતિની વસ્તી મુખ્યત્વે નાંદોદ (રાજપીપલા) અને તિલકવાડા તાલુકામાં છે.
સમાજ કલ્યાણ શાખા દ્વારા અનુ.જાતિઓ માટે શાળાઓમાં ભણતા બાળકોને શિષ્યવૃતિની યોજના, તેમજ ધોરણ ૮માં અભ્યાસ કરતી કન્યાઓ માટે સરસ્વતિ સાધના યોજના અન્વયે સાયકલ આપવાની યોજના તથા ધંધા માટે સ્વમેળે ધંધો કરતાં ગરીબી રેખા હેઠળ જીવતા ઈસમોને સ્વરોજગાર આપતી માનવ ગરીમા યોજના, અને દિકરીના લગ્ન પ્રસંગે કુંવર બાઈનું મામેરૂં યોજના હેઠળ સહાય તથા જે ઈસમો ટી.બી./કેન્સર/રકતપિત જેવા રોગથી પીડાતા હોય તો તેઓને વૈદકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત મૃત્યુના પ્રસંગે કફન કાંઠી માટે અંત્યેષ્ઠિ સહાય જેવી યોજનાઓનો અમલીકરણ સમાજ કલ્યાણ શાખા ઘ્વારા થાય છે.