પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસશાખાઆંગણવાડી

આંગણવાડી

આ યોજના હેઠળ ૦ થી ૬ વર્ષના બાળકો તથા સગર્ભા ધાત્રીમાતાઓને પુરક પોષણ આહાર આપવામાં આવે છે. તે ઉપરાંત આરોગ્‍ય તપાસ, રોગ પ્રતિકારક રસીઓ, લોક શિક્ષણ, અનૌપચારીક, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.
આંગણવાડી કેન્‍દ્રોની ભૌતિક સુવિધા આંગણવાડી કેન્‍દ્રો, બાંધકામ રીપેરીંગ પાણીની સવલત વિગેરે માટે આયોજન કરવામાં આવે છે. અને B.R.G.F./ રીલાયન્સ તથા સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળેલ અને આંગણવાડી મકાન બાધકામની કાર્યવાહી ચાલુ છે. આંગણવાડી કેન્‍દ્રોની સુવિધા સારી બને તે માટે પ્રયત્‍નો કરવામાં આવેલ છે.
સરકારશ્રીની વખતો વખતની સુચના અન્‍વયે એકપણ બાળક કુપોષણથી પીડાય નહીં તેવો સતત પ્રયાસો જિલ્‍લા/તાલુકા અને ગ્રામ્‍ય કક્ષાની પંચાયતોના સહકારથી થઇ રહેલ છે. અને એક તંદુરસ્‍ત સમાજની રચવામાં આપણે ભગીરથ પુરૂષાર્થ સાધ્‍યો છે.