પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળ વિકાસ શાખાઆરોગ્‍ય પોષણ શિક્ષણ

આરોગ્‍ય પોષણ શિક્ષણ

ભારતના મોટાભાગના બાળકો કંગાળ આર્થિક રીતે પછાત, સામાજીક અવાતાવરણીય પરિસ્‍થિતીમાં રહે છે. જે તેમના શારિરીક, માનસિક, બૌદ્ધિક તથા સામાજીક વિકાસમાં અવરોધ બની શકે છે. આ વિશાળ અને અરક્ષિત વસ્તીના વણપુરાયેલ જરૂરીયાતોના જવાબમાં ભારત સરકારે ગરીબતમ વસતીના બાળકોને બચાવી લેવાનો દર સુધારવા અને શાળા પૂર્વીય શિક્ષણ તથા માતાઓને આરોગ્‍ય અને પોષણ તેમજ શિક્ષણની તકો પુરી પાડવાની ખુબજ મહત્‍વકાંક્ષી અને સર્વગ્રાહિ યોજના ૧૯૭૫ માં સંકલિત બાળ વિકાસ યોજનાની સેવાઓની રોગનિવારણ અને વિકાસના પ્રયત્‍ન તરીકે રચના કરવામાં આવી.
બાળકના જન્‍મ પુર્વે, જન્‍મ બાદ અને વિકાસના સમયગાળા દરમ્‍યાન તેઓનો સર્વાગી વિકાસ થાય તે માટે જરૂરી સેવાઓ મળી રહે માટે બીજી ઓકટોબર ૧૯૭૫ ના રોજ થી આ યોજના ગુજરાતમાં સૌ પ્રથમ છોટાઉદેપુર ધટકમાં શરૂ કરવામાં આવી. અખંડ ભરૂચ જિલ્‍લામાં સૌ પ્રથમ સને ૧૯૭૯-૮૦ ના વર્ષમાં વાલીયા તાલુકામાં શરૂ કરવામાં આવેલ હતી અને ત્‍યારબાદ નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ઝગડીયા, જંબુસર, વાગરા, આમોદ, હાંસોટ, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકામાં અમલમાં મુકી અને સમગ્ર જિલ્‍લાને સંકલિત બાળ વિકાસ યોજનાની સેવાથી આવરી લેવામાં આવેલ.
રજી ઓકટોબર ૧૯૯૭ થી નવરચીત નર્મદા જિલ્લા અસ્તિત્વમાં આવતા તેમાં સમાવિષ્‍ઠ નાંદોદ, દેડીયાપાડા, સાગબારા અને વડોદરા જિલ્‍લામાંથી નર્મદા જિલ્‍લામાં સમાવેશ કરેલ તિલકવાડા તાલુકામાં આ યોજના અમલમાં છે. ભારત સરકાર તથા રાજય સરકારના સહયોગથી લાભાર્થીઓ માટે પોષક આહાર ફોર્ટી ફાઇટ આટા, અને બાલભોગ બાળકોને સુખડી, દૂધ લોક સહકારથી આપવા પ્રયત્‍નો થાય છે. ચણા/તેલ ડોરસ્ટેપ ડીલીવરી ધ્વારા આપવાનો લાભાર્થીઓને ચણા/તેલમાંથી બનાવેલ વાનગી પોષક આહાર તરીકે આપવામાં આવે છે.
સંકલિત બાળ વિકાસ યોજના માટે વહીવટી માળખુ અમલીકરણ માટે જિલ્‍લા કક્ષાએ પ્રોગ્રામ અધિકારીશ્રી તથા કચેરી સ્‍ટાફ, તાલુકા કક્ષાએ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તથા કચેરી સ્‍ટાફ તથા ગ્રામ્‍ય કક્ષાએ માનદ વેતન મેળવતાં આંગણવાડી વર્કર તથા હેલ્‍પરની નિમણુંક કરવામાં આવેલ છે.