પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળ વિકાસ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

માનવ શકિતિનો વિકાસએ દેશના વિકાસ માટેનું અગત્‍યનું પરિબળ છે. માનવના શારિરીક, માનસિક અને સામાજીક વિકાસનો પાયો તેના બાળપણમાં નખાય છે. તે સમયે બાળકોને ખાસ કરીને સમાજના નબળા, રક્ષણ વિનાના બાળકોને સંકલિત રૂપે સેવા આપવામાં આવે તો બાળમૃત્‍યુ અને માંદગીનું પ્રમાણ ધટાળી શકાય બાળકો દેશની સર્વોચ્‍ચ મુડી છે. અને તેમનો ઉછેર એક રાષ્‍ટ્રીય જવાબદારી છે. બાળકોના જન્‍મ પહેલા ગર્ભ અવસ્‍થામાં તથા ઉછેરના વયમાં તેમનો સંપૂર્ણ શારિરીક, માનસિક, બૌધિક, તથા સામાજીક વિકાસ કાજે સેવાઓ પુરી પાડવાની સરકારની જવાબદારી બને છે.