પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળ વિકાસ શાખાશાખાનાં ઉદ્દેશો

શાખાનાં ઉદ્દેશો

૧. ૦ થી ૬ વર્ષના બાળકોનું આરોગ્‍ય અને પોષણનું સ્‍તર સુધારવું.
ર. બાળકોનો, શારિરીક, માનસિક અને સામાજીક પાયો નાખવો.
૩. બાળકોમાં માંદગિનું પ્રમાણ ધટાડવુ, બાળકોનું અપુરતુ પોષણ અટકાવવું, તેમજ શાળામાંથી ઉઠી જતાં બાળકોની સંખ્‍યા ઘટાડવી.
૪. ગ્રામ્‍ય માતાઓને પોષણ અને આરોગ્‍ય વિષયક શિક્ષણ આપવુ જેથી તેઓ તેમના બાળકોની યોગ્‍ય સંભાળ રાખી શકે અને તેઓને પોષણ અને આરોગ્‍યનો દરજજો સુધારી શકે.
૫. બાળ વિકાસની યોજનાઓ અને અમલીકરણ માટે કાર્ય કરતા લાગતા વળગતા જુદા જુદા ખાતાઓ અને કાર્યકરો વચ્‍ચે સરળ સંકલન કરવું જેથી લાભાર્થી બાળકોની સર્વાગી વિકાસ થાય.
નર્મદા જિલ્‍લામાં ૪ તાલુકાઓમાં આ યોજના અમલમાં છે. સનેઃ- ૨૦૦૧૨- ૨૦૧૩ ના વર્ષ દરમ્‍યાન નીચે મુજબના લક્ષ્‍યાંક સિધ્‍ધિની ધટકવાર પ્રગતી થયેલ છે.
અ.ન. ધટકનું નામ મંજુર થયેલ આંગણવાડી કેન્‍દ્રોની સંખ્‍યા કાર્યાન્‍ત આંગણવાડી કેન્‍દ્રોની સંખ્‍યા ૨૦૧૧-૧૨નો લક્ષ્‍યાંક લાભાર્થીઓની સિધ્‍ધિની ટકા
નાંદોદ - ૧ ૧૭૭ ૧૭૭ ૧૪૨૮૫ ૧૦૪૯૨ ૭૩%
નાંદોદ-૨ ૧૪૬ ૧૪૬ ૧૨૮૨૬ ૮૯૨૧ ૭૦%
ડેડીયાપાડા-૧ ૧૮૦ ૧૮૦ ૧૩૮૬૦ ૧૦૦૫૦ ૭૩%
ડેડીયાપાડા-૨ ૧૧૮ ૧૧૮ ૧૦૮૨૦ ૧૦૧૦૭ ૯૩%
સાગબારા ૨૦૪ ૨૦૪ ૧૭૭૮૯ ૧૩૯૧૬ ૭૮%
તિલકવાડા ૧૧૭ ૧૧૭ ૧૦૮૨૦ ૭૫૬૧ ૭૦%
કુલ ૯૪૩ ૯૪૩ ૮૦૪૦૦ ૬૧૦૪૭ ૭૬%
સદર યોજનાનું અમલીકરણમાં ભારત સરકાર ઉપરાંત યુનિસેફ, તથા કેર સંસ્‍થાનો સિંહ ફાળો છે. સદર યોજનાનો મોટાભાગનો ખર્ચ ભારત સરકાર તથા રાજય સરકાર ઉપાળે છે. જયારે અધિકારીઓ માટે જિલ્‍લા પંચાયત, કચેરીને ઉપયોગી અન્‍ય સાધન સામગ્રી તથા આંગણવાડી કેન્‍દ્રો માટે ચાર્ટસ, રમકડા, વજન કાંટા, ગ્રોથ ચાર્ટ, શૈક્ષણિક સાધનો યુનિસેફ તરફથી પુરા પાડવામાં આવે છે.